ભગવાન વિષ્ણુનો આ શ્લોક સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે.

ભગવાન વિષ્ણુનો આ શ્લોક સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે.

Views 249

આ શ્રુષ્ટિના પાલનકર્તા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન વિષ્ણુ માટે તેની પ્રાર્થના માટે- સ્તવન માટે આ શ્લોક   પ્રચલિત છે. જેમાં બુદ્ધિનું અપ્રતિમ ઊંડાણ સમાયુ છે. તેનું હાર્દ સમજવા જેવું છે.

                       शान्ताकारं भुजंगशयनं पद्मनाभं सुरेशं

                       विश्वाधारं गगन सदृशं मेघवर्ण शुभांगम् ।

                      लक्ष्मीकांत कमलनयनं योगिभिर्ध्यानगम्यं

                     वन्दे विष्णु भवभयहरं सर्व लौकेक नाथम् ॥

‘ જે લક્ષ્મીપતિ છે, આકાશ જેવા નિર્લેપ છે અને વ્યાપક છે. જેનો વર્ણ મેઘ જેવો છે. જેનાં સર્વાંગ શુભમય છે. કમળની નાભિમાંથી જેણે દેવોના ઇશ (બ્રહ્મા)ને પ્રગટ કર્યા છે. જે સમગ્ર વિશ્વનો આધાર અને બધા લોકોનો નાથ છે. તથા ભવનાં ભયને હરનાર છે. એવા શેષ નાગ ઉપર શયન કરનાર વિષ્ણુને અમારા વંદન હો.’

પ્રલયકાળ પછી પાણી ફરી વળ્યા પછી ફક્ત ભગવાનનું જ અસ્તિત્વ બાકી રહે છે. બાકી રહેવું તે શેષ રહેવું છે તેથી તે શેષશાયી છે. કલાવંતા એ શેષનાગનું રૂપ આપી તેના ઉપર ભગવાન વિષ્ણુને સુવડાવ્યા છે અને તેના ઉપર સહસ્રમુખી શેષની છાયા ઘરી છે. તેની પાછળ એક હૃદયંગમ ભાવ પણ છે.

હજાર મોઢામાંથી શેષનાગ ઝેર વમન કરતો રહ્યો છે અને છતાંય ભગવાન શાંત અને સ્વસ્થ છે. સંસારમાં અનેક આવા લોકોના મોઢામાંથી ઝેર ઓકતા રહે છે. તેવા પ્રસંગે મનની સ્વસ્થતા ન ગુમાવતાં માનવી શાંત અને સ્વસ્થ રહે તેમાંજ માનવીના જીવનનો વિકાસ છે. અનેક વિષમતાઓની વચ્ચે સમતાનો આદર્શ એટલે ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુનું આ દર્શન આપણને આ સુંદર પ્રેરણા આપે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ નિર્વિકાર અને શાંત મુદ્રાએજ સફળતાનું લક્ષણ છે.

દરેક હિન્દૂ સ્ત્રી-પુરુષે  આ સ્લોક શોકનું નિયમિત પ ઠ ન  કરવું જોઈએ ભલે તમે અન્ય દેવી-દેવતાની પૂજા કરતા હોઉં.આ શ્લોક સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે.ૐ નમો નારાયણાય:

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભગવાન વિષ્ણુનો આ શ્લોક સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *