શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય-૧૮/૬૧માં કહે છે કે, ”ઈશ્વર સર્વ ભૂતાનામ્ એટલે કે ઈશ્વર કણ-કણ-અણુ-અણુમાં વ્યાપ્ત છે. સમસ્ત જીવ ભગવાનનો અંશ છે.તેથી, દરેક જીવની સેવા કરવી એ જ સાચી આરાધના છે. “સેવા” એટલે બીજાની મદદ કરવાની ભાવના”ધર્મ” એટલે જીવનના ક્રિયાઓ માટેનું નેતિક માર્ગદર્શનસેવાધર્મ = નિઃસ્વાર્થ સેવા કરવીએ જ સાચો ધર્મ.માનવતા એ સૌથી મોટો ધર્મ છે, અને જરૂરિયાતમંદને મદદ કરવી એ સૌથી મોટી સેવા.” સેવાધર્મ એ જીવન જીવવાની એક શ્રેષ્ઠ રીત છે.તમામધર્મ સારા છે, તમામ ધર્મ સારી શિક્ષા આપે છે, કોઇ પન ધર્મ ખોટો નથી, ધર્મ પર કટ્ટરતા પુર્વક અમલ કરવાથી મતભેદ અને ઝગડો થાય છે. એટલા માટે સૌથી મોટો ધર્મ માનવતા છે ભલે વ્યક્તિ કોઇ ધર્મ ને માને કે ન માને એમાં માનવતા હોવી જોઇએ. સાચો ધર્મ સેવા દ્વારા જ સાબિત થાય છે.સેવાધર્મ એ માત્ર શબ્ડ નથી,એ જીવવા જેવી ભાવના છે.સેવા એ માત્ર એક ક્રિયા નથી, પરંતુ એ માનવતાનો સાચો માર્ગ છે. જ્યારે આપણે બીજાની નિઃસ્વાર્થ રીતે મદદ કરીએ છીએ, ત્યારે એ માત્ર એક માણસ માટે નહિ, પરંતુ સમગ્ર સમાજ માટે કલ્યાણકારી સાબિત થાય છે. સાચી સેવા એ છે, જે જાતિ, ધર્મ, લિંગ, ધન-દોલતનો ભેદભાવ વિના કરવામાં આવે…( ક્રમશ:)