બુદ્ધ પુર્ણિમા વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. વર્ષ 2025 માં, બુદ્ધ જયંતિ સોમવાર, 12 મે ના રોજ ઉજવવામાં આવશે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે. ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં ભગવાન બુદ્ધને પણ એક અવતાર તરીકે માનવામાં આવે છે.આ દિવસ ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ એમ ત્રણ પવિત્ર ઘટનાઓની યાદમાં ઉજવવામાં આવે છે આથી તેને ત્રિગુણી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે.બુદ્ધ જયંતિ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ ભગવાન બુદ્ધના શાંતિ અને સદ્ભાવનાના સંદેશને ફેલાવવાનો અને તેનું પાલન કરવાનો એક અવસર છે.
. ગૌતમ બુદ્ધ ને બધા જાણે છે. લાખો લોકો તેમના સિદ્ધાંતો ને અનુસરે છે. કેટલાક લોકો તેમને ભગવાન વિષ્ણુ નો 9મો અવતાર પણ માને છે. તેણે જગતના દુઃખોનું કારણ જાણવા માટે ઘન અધ્યયન અને ધ્યાન કર્યું. બોધિ વૃક્ષ નીચે તેમણે બોધીપ્રાપ્તિ (જ્ઞાનપ્રાપ્તી) કરી અને બુદ્ધ તરીકે ઓળખાયા. જીવનભર સત્ય અને અહિંસા નો માર્ગ અપનાવ્યો અને તેમની દિવ્ય વાણીથી અનેક લોકોને અંધકારમાંથી બહાર કાઢ્યા અને પ્રકાશ નો માર્ગ બતાવ્યો.બુદ્ધના શબ્દો અને વિચારો ને ખુબજ અંદરથી સાંભળે છે અને જીવનમાં ઉતારે છે. એકવાર ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે દરેક પુરુષ ને ચાર પત્નીઓ હોય છે. તેમાંથી ચોથી પત્ની મૃત્યુ સુધી વ્યક્તિ ને સાથ આપે છે.આ બુદ્ધ ના પ્રારંભિક ઉપદેશોમાનો એક છે અને આ કથાનો ઉલ્લેખ 32 આગમ સૂત્રોમાં કરવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધે આવું કયા કારણોસર કહ્યું અને તેની પાછળનો શું અર્થ છે તેની જાણકારી આજે આપની સમક્ષ રજુ કરીએ છીએ.
પ્રાચીન સમયની આ વાત છે.એક પુરુષને 4 પત્નીઓ હતી અને તેની સાથે ખુશી થી જીવન વિતાવી રહ્યો હતો.એકવાર આ પુરુષ બહુ બીમાર પડ્યો.આ પુરુષને ખ્યાલ આવી ગયો હતો કે તે બહુ લાબું જીવવાનો નથી.આથી તેણે એક પછી એક પોતાની ચાર પત્નીઓ ને પોતાની પાસે બોલાવી.
પ્રથમ પત્નીની વાત
પુરુષે પહેલી પત્નીને કહ્યું- હે પ્રિય! હું તને ખૂબ પ્રેમ કરું છું હું હવે આ દુનિયા ને અલવિદા કહેવાનો છું. શું તમે મારી સાથે આવશો? પહેલી પત્ની એ કહ્યું- હું પણ તને ખૂબ પ્રેમ કરું છું પણ તમારી સાથે આવી શકતી નથી. તમારા મૃત્યુ પછી, અમારા માર્ગો અલગ થઈ જશે.
બીજી પત્નિ ની વાત :
હવે તે પુરુષે બીજી પત્નીને બોલાવીને તે પોતાની સાથે આવવા કહ્યું. પરંતુ બીજી પત્ની એ એમ કહીને તે વાતને હટાવી દીધી કે તે હું ઘરના કામમાં ખુબજ વ્યસ્ત છું,આથી તમારી સાથે આવી શકું તેમ નથી.
ત્રીજી પત્ની ની વાત :
આ પુરુષને વિશ્વાશ હતો કે મારી આ પત્ની તો જરૂરથી હા પડશે પરંતુ ત્રીજી પત્ની એ તો સ્પષ્ટ કહી દીધું કે હે પ્રિયે જ્યારે તમારી પહેલી અને બીજી પત્ની એ તમારી સાથે આવવાની ના પાડી છે તો હું તમારી સાથે કેવી રીતે આવી શકું?
ચોથી પત્ની ની વાત :
આ પુરુષે 3 પત્નીઓની તો ના સાંભળ્યા પછી ચોથી પત્નીને બોલાવીને પૂછવાની હિમ્મત રહી ન હતી.આમ પણ આપુરુષે ને આ પત્ની બીજી પત્ની કરતા ઓછી પ્રિય હતી અને તેની સાથે પ્રેમભર્યો વ્યહવાર ન હતો આથી તે ના જ પડશે તેની આ પુરુષને ખાતરી હતી.આથી ના સાંભળવાની તૈયારી સાથે ત્રીજી પત્નીને પૂછ્યું કે શું તમે મારી સાથે આવશો? ચોથી પત્ની તરત જ બોલી ઉઠી કે હું તમારી પત્ની ચુ અને તમને ખુબ પ્રેમ કરું ચુ.હું તમારા વગર રહી જ ના શકું આથી હું ક્યારેય તમારા વગર નહિ રહી શકું.હંમેશા તમારી સાથે જ રહીશ.હું ક્યારેય તમારા થી અલગ નહિ થાઉં અને તમારી સાથે જ આવીશ.
આ ચાર પત્નીઓની કથાનો સારાંશ :
આ વાર્તાને સમાપ્ત કરીને, બુદ્ધ આખરે તેનો સારાંશ આપતા જણાવ્યું કે, પ્રથમ પત્ની તમારું પોતાનું શરીર છે. તમે તેને કેટલો પ્રેમ કરો છો, તમે તેની કેટલી કાળજી લો છો તે મહત્વ નું નથી, તે મૃત્યુ સમયે તમને છોડી દે છે.તમારી બીજી પત્ની તમારું પોતાનું ભાગ્ય છે.જીવનકાળ દરમ્યાન મેળવેલ ભૌતિક વસ્તુઓ, સંપત્તિ, મિલકત, ખ્યાતિ, પદ અને પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરે છે. આ સંપત્તિ તમારે છોડીને જવાનું છે તે તમારી સાથે નહિ આવે.ત્રીજી પત્નીએ તમારા સાંસારિક સંબંધ ધરાવો છ તે છે.દરેકના નજીક ના સંબંધીઓ જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન સગા -સંબંધીઓ જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી જ તમારી સાથે છે. તેઓ મૃત્યુ પછી તમારો સાથ છોડી દે છે.ચોથી પત્ની એ તમારું કર્મ છે. તમે જીવનમાં સારા કે ખરાબ જે કોઈ કર્મ કરો છો, તે તમારા મૃત્યુ પછી પણ તમારી સાથે જાય છે. આ કર્મો ના આધારે તમારો આગામી જન્મ નક્કી થાય છે.આથી જ હંમેશા કહેવામાં આવે છે કે “સારા કર્મ કરો” કોઈપણ સ્ત્રી કે પુરુષ જીવનકાળ દરમ્યાન જે કોઈ કર્મ કરે છે તેનું સારું કે ખરાબ પરિણામ તેને જરૂર પ્રાપ્ત થાય છે અને કર્મનો સંબંદ જન્મો જન્મ નો છે.