લક્ષ્મી માતા ધન, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી છે. હિંદુ સંસ્કૃતિમાં લક્ષ્મીજીનું પૂજન માત્ર ધનપ્રાપ્તિ માટે જ નહીં, પણ જીવનમાં શાંતિ, ઋદ્ધિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે. સફળતા અને સમૃદ્ધિ: લક્ષ્મીજીનું પૂજન વિઘ્નોનું નિવારણ કરે છે અને જીવનમાં સફળતા લાવે છે.ઘરમાં શાંતિ અને પવિત્રતા: નિયમિત પૂજનથી ઘરમાં પવિત્ર વાતાવરણ ઉભું થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. નૈતિક જીવનશૈલી: લક્ષ્મીજી માત્ર ધનની દેવી નથી, પણ સદાચાર, શ્રમ અને દયાનું પણ પ્રતીક છે.તેમની કૃપા માટે સારા કરમ જરૂરી છે.રોજ તેમના સ્મરણથી મનમાં આશા, ભરોસો અને આત્મવિશ્વાસ ઊભો થાય છે.નોકરી અને જીવનના દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ માટે લક્ષ્મીજીની કૃપા ખૂબ મહત્વપૂર્ણ છે
કેવી રીતે સ્મરણકરવું?
@ લક્ષ્મીજી સ્વચ્છતામાં નિવાસ કરે છે.આથી ઘરમાં સાફસફાઈ અને પવિત્રતા રાખવી
@ રોજ સવાર-સાંજે “ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ” જાપ કરો.
@ શુક્રવારના દિવસે વિશેષ પૂજા કરો.
@ લક્ષ્મી માતાના ભજન, સ્તોત્ર અને ચાલીસા પાઠ