સાયબર ક્રાઇમના કિસ્સામાં પોલીસ અધિકારી વિલંબ કર્યા વિના FIR નોંધવા માટે બંધાયેલા છે.

સાયબર ક્રાઇમના કિસ્સામાં પોલીસ અધિકારી વિલંબ કર્યા વિના FIR નોંધવા માટે બંધાયેલા છે.

Views 143

ગુજરાતમાં દિન પ્રતિદિન સાયબર ગુનામાં વધારો થતો જાય છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 2024માં 1,31,000 થી વધારે ફરિયાદો નોંધાયેલ છે અને અંદાજે રૂ 1288 કરોડની ચોરી થઈ છે.ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે તેમાંથી રૂ 108 કરોડથી વધારે રકમ ભોગ બનનારને પરત અપાવવામાં સફળ રહી છે.ક્રિમિનલ પ્રોસિજર કોડ (Cr.P.C.) ની કલમ 154 હેઠળ, જો પ્રાપ્ત માહિતીમાં કોઈ કોગ્નિઝેબલ ગુનો થયો હોવાનું જાહેર થાય તો પોલીસને FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ જરૂરિયાત સાર્વત્રિક રીતે લાગુ પડે છે, જેમાં સાયબર ક્રાઇમના કેસોનો સમાવેશ થાય છે.સંદર્ભ: લલિતા કુમારી વિરુદ્ધ યુ.પી. સરકાર – સુપ્રીમ કોર્ટ સિંધુ જનક નાગરગોજે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય – સુપ્રીમ કોર્ટ.પ્રારંભિક તપાસ:

સાયબર ક્રાઇમ નાણાકીય છેતરપિંડીનો અને ગંભીર પ્રકારનો ગુનો છે આથી છેતરપિંડીની આ પ્રકારની ઘટના જેમની સાથે બની હોય તેમને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા સાયબર ગુના  નિવારણ શાખાનો સંપર્ક કરી બનેલ ઘટનાની તમામ સાચી માહિતી અને તેને સંલગ્ન પુરાવા સાથે રજૂઆત કરવી જોઈએ.પોલીસે અધિકારી દ્વારા પણ સાયબર ક્રાઇમના ગુનામાં FIR  નોંધવાની કાર્યવાહી વિના વિલંબે કરવાની રહે છે.સાયબર છેતરપિંડીના કિસ્સામાં, ફરિયાદ નોંધાવ્યા પછી તરત જ FIR દાખલ થવાથી પીડિતોના ગુમાવેલા પૈસા પાછા મળી શકે અને છેતરપિંડી કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે.સાયબર ક્રાઇમના તમામ કિસ્સામાં પીડિતોએ પૈસા પાછા મેળવવા માટે FIR દાખલ કરાવવી ખુબજ જરૂરી છે.ઘણા કિસ્સામાં પોલીસ અધિકારી FIR  દાખલ કરવામાં   વિલંબ કરતા હોય છે જે યોગ્ય ગણાય નહિ.

સાયબર ક્રાઈમના કેસોમાં એફઆઈઆર નોંધણી માત્ર જરૂરી જ નહીં પણ ફરજિયાત પણ છે જ્યારે માહિતી કોઈ ગુનો જાહેર કરે છે.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને ચોક્કસ અપવાદો લાગુ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયામાં વિલંબ કરવા માટે પ્રારંભિક તપાસ કરી શકાતી નથી.જો પોલીસ જરૂર પડ્યે FIR નોંધવામાં નિષ્ફળ જાય,તો તેમને શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.અદાલતોએ ભારપૂર્વક જણાવ્યું છે કે જો માહિતીમાં કોઈ દખલપાત્ર ગુનો જાહેર થાય તો પોલીસ FIR નોંધવાની તેમની ફરજ ટાળી શકે નહીં.લલિતા કુમારી વિરુદ્ધ યુ.પી.સરકાર – સુપ્રીમ કોર્ટ ટી.વી.જી.ચંદ્રશેખર વિરુદ્ધ એ.પી. રાજ્ય, તેના મુખ્ય સચિવ,ગૃહ વિભાગ, સચિવાલય, હૈદરાબાદ – આંધ્રપ્રદેશ અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઈમના કાનૂની પ્રેક્ટિશનરોએ આ કાનૂની ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે પીડિતોના અધિકારોની હિમાયત કરવી જોઈએ. આપના સૂચનો અને સંપર્ક આવકાર્ય છે. E-mail: chandravadandhruv.org@gmail.com

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સાયબર ક્રાઇમના કિસ્સામાં પોલીસ અધિકારી વિલંબ કર્યા વિના FIR નોંધવા માટે બંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *