વર્તમાન ભાગદોડના સમયમાં મનુષ્ય પહેલા કરતાં વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.દરેકના જીવનમાં અંણધારી ઘટનાઓ બની રહી છે.બદલાયેલ જીવન શૈલી અને પ્રકૃતિની ઉપેક્ષાના કારણે થતાં અકસ્માતો, ગંભીર બીમારીઓ અથવા અન્ય કોઈ અનપેક્ષિત ઘટનાઓ આર્થિક રીતે મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આવી પરિસ્થિતિઓમાં તમારો વીમો (Insurance) એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તમને અને તમારા પરિવારને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.એક સરવે મુજબ કુલ વસ્તીના ફક્ત 8% લોકો પાસે જ વીમો છે જે બતાવે છે કે હજી પણ લોકો વીમાના ફાયદા વિશે જાણકારી ધરાવતા નથી અથવા જાણકારી હોવા છતાં તેનો અમલ કરતાં નથી.જ્યાં સુધી પૈસા કામનાર પુરુષ જીવિત હોય છે ત્યાં સુધી પરિવારને આર્થિક મુશ્કેલીઓમાથી રસ્તો નીકળી જાય છે પરંતુ જ્યારે ઘરમાં કામનાર વ્યક્તિ તે પુરુષ હોય કે સ્ત્રી તેની અનુપસ્થિતિમાં પરિવારને ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કેલ બની જાય છે.આપણા સમાજમાં હજી અસંખ્ય લોકો એવા છે કે જેઓ વીમા વિષે પુરતી જાણકારી ધરાવતા નથી.કે વીમો છે શું અને તેના ફાયદા શું છે? મોટાભાગના લોકો વીમા એજન્ટથી દૂર રહે છે અથવા વીમા એજન્ટ મળવા સંપર્ક કરે તો તેને જુદા જુદા બહાના હેઠળ મળવાનું ટાળી દેતા હોય છે.આથી મોટાભાગના લોકો જીવનમાં વીમાનું જે મહત્વ છે તેની જાણકારીથી વંચિત રહી જતાં હોય છે.આ સંજોગોમાં દરેક પુરુષ અને સ્ત્રીને જીવન વીમા વિષે પુરતી જાણકારી હોવી અતિ આવશ્યક ગણાય.
વીમો એ એક પ્રકારનો કરાર છે જે વીમો લેનાર અને વીમો આપનાર કંપની વચ્ચે થાય છે.આ કરાર હેઠળ,વીમો લેનારે નિયમિત રીતે ચોક્કસ રકમ (પ્રીમિયમ) તરીકે દર વર્ષે વીમા કંપનીને ચૂકવવાની હોય છે અને તેની સામે વીમા કંપની તમને કોઈ ચોક્કસ નુકસાન અથવા ઘટના બને તો નાણાકીય સહાય પૂરી પાડે છે.સરળ શબ્દોમાં કહીએ તો,વીમો એ સંભવિત આર્થિક નુકસાન સામે રક્ષણ મેળવવાનું એક સાધન છે.વીમો લેવો અને તેનું પ્રીમિયમ ભરવું એ માત્ર એક ખર્ચ નથી, પરંતુ તે તમારી મૂડીની બચત છે અને તમારા અને તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સમજદારીભર્યો નિર્ણય છે.જીવનની અનિશ્ચિતતાઓ સામે રક્ષણ મેળવવા અને આર્થિક રીતે સુરક્ષિત રહેવા માટે યોગ્ય વીમા પોલિસી ખરીદવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.દરેક વ્યક્તિની નોકરી-ધંધા-વ્યવસાયની આવકના સ્ત્રોત તથા અલગ અલગ જરૂરિયાતોને દયાને રાખતા,જુદા જુદા વિવિધ પ્લાન સાથેની ઘણા પ્રકારની વીમા પોલિસી,સરકારી તેમજ ખાનગી કંપની દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.દરેક વ્યક્તિએ ઓટીએની અનુકૂળતા મુજબની પોલિસી તો લેવી જ જોઈએ.(વધુ આવતા અંકે:) ………….